Links to all Gujarati content on the web.

ખોરાકથી શરીરની ભૂખની તૃપ્તિ થાય છે. વાંચનથી મનની ભૂખની તૃપ્તિ થાય છે.

05 April 2012 ~ 17 Comments

The end of the world by December 21, 2012. Part 4 of 4

Is the world really going to end on December 21, 2012? The forecast is based primarily on what is claimed to be the end-date of the Mesoamerican Long Count calendar, which is presented as lasting 5000 years and as terminating on December 21 or 23, 2012.

Saraswati, the Hindu goddess of wisdom, art and music is the daughter of lord Shiva and goddess Durga. It is believed that goddess Saraswati endows human beings with the powers of speech, wisdom and learning. She has four hands representing four aspects of human personality in learning: mind, intellect, alertness and ego. She has sacred scriptures in one hand and a lotus – the symbol of true knowledge – in the second. With her other two hands she plays the music of love and life on a string instrument called the veena . She is dressed in white – the symbol of purity – and rides on a white swan – symbolising Sattwa Guna or purity and discrimination. Hindus, especially in Bangladesh , celebrate this festival with great enthusiasm and Hindu temples, schools, colleges and households are full of activity on this day. The festival is celebrated every year on the fifth day of the bright fortnight of the Magha month of the Indian calendar, on the day called ‘Vasant Panchami’. It is believed that on this day, goddess Saraswati was born. She is the personification of knowledge – arts, science, crafts. She represents Shakti, creativity and inspiration and presents herself when the weather is pleasant and Nature is in its full grandeur. The most significant aspect of this day is that Hindu children are taught reading and writing their first words on this day – as it is considered an auspicious day to begin a child’s education. Educational institutions organize special prayers for

Tags: , , ,

05 April 2012 ~ 0 Comments

ફ્લડલાઈટનો ચોક – એક અવલોકન

       પાર્કમાં એક પાટલી પર બેઠા બેઠા, તરત સામેના પ્લેગ્રાઉન્ડને અજવાળતી ફ્લડલાઈટ પર આકસ્મિક જ નજર ખેંચાઈ.

       નિવૃત્ત થયા પહેલાંનો વીજેજનેર જાગી ઊઠ્યો!

      ઊંચા થાંભલા પર બે મોટી ફ્લડલાઈટો આંખો આંજી નાખે એટલો પ્રકાશ વેરી રહી હતી. પ્લેગ્રાઉન્ડના વિસ્તારમાં દિવસે પણ ન હોય એટલો પ્રકાશ પથરાયેલો હતો; અને બાળકો એમાં કિલ્લોલ કરી રહ્યાં હતાં. જૂના અનુભવની ગણતરી મૂજબ, એ દરેક  ફ્લડલાઈટ ૨,૦૦૦ કે ૩,૦૦૦ વોટ પાવરની હશે; એવો અંદાજ પણ આકસ્મિક થઈ ગયો.

    એ થાંભલા પર આઠેક ફૂટની ઊંચાઈએ એ લાઈટોને કન્ટ્રોલ કરતી ચોકના મોટા ડબા પર પછી નજર પડી. એ ડબો અંધારામાં ગરકાવ હતો. પણ ખાસો મોટો હતો. ઘરમાં વપરાતી ટ્યુબ લાઈટની છ પટ્ટીઓ માઈ જાય એટલો મોટો એ ડબો હતો. ( આપણે એને ટ્યુબ લાઈટ કહીએ છીએ; પણ એનું કાયદેસર નામ ફ્લોરેસન્ટ લાઈટ છે.)

        આટલી મોટી ચોક?

      હા સ્તો. જેટલી મોટી ફ્લડ લાઈટ એટલી મોટી ચોક જોઈએ જ ને? મોટા સ્ટેડિયમોને અજવાળતી મહાકાય ફ્લડ લાઈટોના ચોક-ડબા આનાથી પણ મોટા હશે જ.

…………………

     એ તો એમ જ હોય ને? આમાં નવી શી વાત કરી? ઘરનો ઈલેક્ટ્રિક દીવો સાઠેક વોટ પાવર ખાય. હીટર ૧,૦૦૦ કે ૨,૦૦૦ વોટ ખાય. હું જ્યાં કામ કરતો હતો તે સાબરમતી પાવર હાઉસના બોઈલરમાં હવા નાંખતા બે પંખા, દરેક  ૮૦૦ કિલોવોટ (૮ લાખ વોટ) પાવર ખાતા હતા; અને એ બોઇલરમાં પાણી ફેંકતા પાણીના પમ્પની મોટર  ૪,૦૦૦ કિલોવોટ(૪૦ લાખ વોટ)ની  હતી!

કીડીને કણ અને હાથીને મણ.

    મોટાનો વૈભવ. મોટાની મોટી વાતો. રાજા જેટલો મોટો; એટલું મોટું એનું લશ્કર!

    પણ… આ સમીકરણ બાહ્ય જગતનું  છે.

    અંદર અજવાળું પાથરવા સાવ શૂન્ય થવું પડે. જેટલો પાવર નાનો, એટલી એ ટોર્ચ સતેજ! જેમ જેમ અહં ઓગળતો જાય; તેમ તેમ વધારે ને વધારે અજવાળું મ્હાલીપા પથરાતું જાય. પાયાના હોવાપણા સાથે ભળી જઈએ; એક રૂપ બની જઈએ; ત્યારે તો લાખો ફ્લડલાઈટો પણ જે વિષાદ અને નીરાશાને ઓગાળી ન શકે – તે વિષાદ અને નીરાશા ગાયબ બની જાય.  અરે! હર્ષના ઉમટી આવતા ઘોડાપૂર પણ શાંત પડી જાય.

      એ લાઈટની ચોકનો ડબો ક્યાંથી જડે?
એ લાઈટને કશું જ ન જોઈએ.
‘આ જોઈએ અને પેલું જોઈએ;
આ નથી અને પેલું નથી.’
– એવા વિચાર પણ ગાયબ.
સાવ ખાલી હોય, એને કોઈ ખાલીપો ન નડે.
શૂન્ય તો ખીચોખીચ ભરેલું જ હોય. 

—————-

અંદર તો એવું અજવાળું, અજવાળું.
સળવળતી હોય આંખ, જેને જોવાને,
એ મીંચેલી આંખે ય ભાળું.

અંદર તો એવું અજવાળું, અજવાળું.

- માધવ રામાનુજ

સાવ સરળ હૃદયના એ કવિની એ મહાન રચનાનું રસદર્શન જરૂર વાંચજો… અહીં

અને તેમનો પરિચય…. અહીં

Filed under: અવલોકન Tagged: Observations
ગદ્યસુર

05 April 2012 ~ 0 Comments

Gujarati Song – Gori Mori Madvane Aav – Daladu Tadi Hali

Uncategorized

Gujarati Song – Watch Gori Mori Madvane Aav from the Gujarati Music album Daladu Tadi Hali, Music by Manoj – Vimal, Singers: Kamlesh Barot, Deepali Somaiya, Lyrics by Kamlesh Barot, Vendor: Shree Ram Audio And Telefilms. Click on www.youtube.com to SUBSCRIBE and Enjoy more Gujarati Music Videos.
Video Rating: 4 / 5

05 April 2012 ~ 0 Comments

સંકટમોચન વીર હનુમાન

સર્વદા  ભક્તોનું  સંકટ  દુર  કરનારા  સંકટમોચન
વીર હનુમાનજીને તેમની જન્મજયંતી પર્વ પ્રસંગે
આવો,…આપણે પણ પ્રાર્થના કરીએ કે સમગ્ર જગત
પર મંડાયેલા સંકટને દુર કરી આપણને પણ સંકટ
મુકત  કરે !
તસ્વીર : સારંગપુર હનુમાન : કલ્યાણ શાહ


Kalyanshah

05 April 2012 ~ 0 Comments

રામની રૈયત થાશું….રમેશ પટેલ(આકાશદીપ)

આજે માનવજાતના કલ્યાણ માટે , ભારતની પૂણ્યભૂમિ પર ચૈત્રસુદ નવમીએ
બે યુગવર્તી અવતારનું પ્રાગટ્ય થયું.
ભારતભોમની ચેતના  ભગવાન શ્રીરામ અને ભગવાન સ્વામિનારાયણ.
આજે હૃદયથી વંદન કરી પુણ્ય સ્મરણના ભાગીદાર થઈએ..

ભારતભોમની સંસ્કૃતિને માનવતાની ચરમ સીમાથી શણગારનાર
શ્રીરામનો જન્મ દિવસ રામનવમી , એ હૃદયને ભાવથી ભરી દેતો
પાવન તહેવાર છે. અયોધ્યામાં દશરથ રાજા અને માત કૌશલ્યાના
આ રાજકુંવર અને  ભાઈ ભરત , લક્ષ્મણ અને શતૃઘ્નએ યશની
ધ્વજાથી ભારતને યુગજીવી સંસ્કાર આપી ચૈતન્ય દીધું છે. જગ
કલ્યાણ માટે અવતરેલ ભગવાનની લીલામાં લીન થઈ જઈએ..

જયશ્રી સીતારામ…

 

રામની રૈયત થાશું….રમેશ પટેલ(આકાશદીપ)
રામની રૈયત થાશું
ભવ પરભવ સુખ જ પાશું

રાજધર્મની  શોભા   વધારી
એક વચન રઘુ યશ સંવારી
જન ઉરે રાજ જ સ્થાપ્યું
રામ શરણું સુખ સાચું

રામની    રૈયત   થાશું

ભાતૃપ્રેમ  વીર  ધીર ધનુર્ધારી
રાજનીતિ  તવ સકળ સુખકારી
ભક્ત ઋષિ સ્નેહ દાસુ
રામની  રૈયત   થાશું

લખણભૈયા સંગ વન વિચર્યા
ખર  દૂષણના  ત્રાસ  ભંડાર્યા
વ્હાલુ કર્યુ વનવાસુ
રામની રૈયત થાશું

માત શબરી  અહલ્યા કેવટ
પંચવટી તિરથ મહા પાવન
ભાવ ગદગદ ધરી ગાશું
રામની   રૈયત    થાશું

સીતા રામજી જગ કલ્યાણી
રોળ્યો   રાવણ  અભિમાની
ખ્યાત લક્ષ્ય બાણ ધનુષુ
રામની    રૈયત    થાશું

માનવતાના દીપ પ્રગટાવ્યા
યુગયુગને       અજવાળ્યા
હનુમંત સેવક સુખદાસુ
રામની   રૈયત   થાશું

ભગવદ શક્તિ જગકલ્યાણી નીધિ
અવધ  સરયુ  રાઘવ  રઘુ  રીતિ
રામ શરણું સુખ સાચું
રામની  રૈયત  થાશું

રમેશ પટેલ(આકાશદીપ)

…………………………………………………….

ધન ધન તમારી ઠકુરાઈ.…..રમેશ પટેલ(આકાશદીપ)

જાગી પુનઈ પ્રગટી વડાઈ

રઘુકુળ રીતિ વચન સચ્ચાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


અભયદા સિયારામ સુભાષી

રાજધર્મની શોભા છલકાઈ

પિતૃ-બંધુ ધર્મની દીપી ખરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


ધીર વીર વત્સલ સુહાસી

વચનકાજ હાલ્યા રઘુરાયી

કેવટ પામ્યો ભવ ઉતરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


ઋષિ વનવાસી સૌ સુભાગી

વનપથે વિચરે પૂણ્ય કમાઈ

યશોધર શુભંકર ધર્મ ધુરંધર

દશાનન સંગ છેડી લડાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


રામ લખન સુગ્રીવ હનુમંતા

ભરત શત્રૃઘ્ન ભાઈ બલવંતા

અવધ ઝીલે વિજયઘોષ દુહાઈ

ઋષિ વાલ્મિકી ગાયે ચતુરાઈ

રામજી, ધન ધન તમારી ઠકુરાઈ


રમેશ પટેલ(આકાશદીપ)


આકાશદીપ

04 April 2012 ~ 0 Comments

ભારત કરશે પાકિસ્તાન સાથેની વિઝા નીતિમાં ધરખમ ફેરફાર

આ કેટેગરી માટે આવતા લોકોને આ નિયમો આંચકાના રૂપમાં મળી શકે
www.divyabhaskar.co.in | national news

04 April 2012 ~ 11 Comments

How to Use Microsoft Outlook : Accessing Gmail with Outlook: Part 1

Learn how to access Gmail with Outlook in Microsoft Outlook and more about Outlook features and interfaces in this free instructional video. Expert: Gary Zier Bio: Gary Zier, originally from Florida, is a systems administrator with 10 years of computer networking experience and an expertise in conditional access security systems. Filmmaker: Gary Zier
Video Rating: 4 / 5

04 April 2012 ~ 0 Comments

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી

હીન્દુ કલ્ચરે રૅશનાલીઝમને અપનાવ્યા વીના છુટકો નથી –પ્રા. ધવલ મહેતા  ‘Culture Can Kill’ પુસ્તકની સમીક્ષાનો આ બીજો – અન્તીમ ભાગ છે. આ પુસ્તકના લેખક શ્રી. સુબોધ શાહ ગુજરાતી છે અને વર્ષોથી અમેરીકાના ન્યુ જર્સી સ્ટેટમાં રહે છે. તેઓ પ્રખર રૅશનાલીસ્ટ છે. આ પુસ્તકમાં તેમણે ધર્મ અને ધાર્મીક વીધીઓથી તથા રુઢીઓથી લથપથ હીન્દુ કલ્ચરની સખત આલોચના [...]
અભીવ્યક્તી

04 April 2012 ~ 0 Comments

Tv9 Gujarat – Recipes of Stuffed Bread Dahi Vada and Vegetable Appam

04 April 2012 ~ 0 Comments

વખાણ

યોગ્ય વ્યક્તિના યોગ્ય વખાણ પણ એક વખાણવા લાયક વાત છે.

સ્નેહા પટેલ.

Filed under: નાનકડી રચનાઓ Tagged: અનબીટેબલ, Gujarati literature/ગુજરાતી સાહિત્ય, Gujarati/ગુજરાતી ભાષા

Tags: